Text for trigger

Header Ad

Saluko

(৭) અવ્વલ નામે તો અલ્લાહ વખાણે,
બીજી વાતું તો થોડી રે જાણે

આલમ જાણે તો.

(૨) અને આલમ જાણેતો ઘણી છે એકે,
ઈદુલ ફિતર તો મુમિનના લેખે,

સૈય્યદના નજમુદ્દીન.

(૩) અને સૈયદના નજમુદ્દીન સાહેબ નો કહીએ સલુકો.
સરતે નરતે તે સાંભળજો લોકો,

સૈય્યદના નજમુદ્દીન.

(૪) અને સૈયદના નજમુદ્દીન સાહેબ મોટા છે રાજા.
 મોમીન કેરી રાખે છે માયા,

સૈય્યદના નજમુદ્દીન.

(૫) અને સૈયદના નજમુદ્દીન સાહેબ તાલીમના બળીયા.
દુશ્મન હતા તે દુરે પણ થયા,

સૈય્યદના નજમુદ્દીન.

(૬) અને સૈયદના હુસામુદ્દીન સાહેબ મનના મીઠા.
 મન્નેના મીઠા ને દીલના સારા,

ધનધન સાહેબ તો.

(૭) અને ધનધન સાહેબ તો લક્ષ્મી તમારી,
ધનને ખર્ચોને ગરપે અમારી,

ભાઈસાહેબ ઈસમાઈલજી

(૮) અને ભાઈ સાહેબ ઈસ્માઈલજી ઓલીઆ છે એવા.
મોમિનના મનને તો સાકરના મેવા,

મોમિનના મનને તો

(૯) અને મોમિનના મનને તો સાકરના પાણી.
ચારે ખંડમાં વાતો સંભળાણી,

બાવાજી સાહેબતો.

(૧૦) અને બાવાજી સાહેબ કરેછે વિવા.
દુન્યામાં પ્રગટે ઝુમ્મરે દીવા,

ભાઈસાહેબ જમાલુદ્દીન.

(૧૧) અને ભાઈસાહેબ જમાલુદ્દીન નગરમાં રહે.
અવ્વલ રોશનાયું ઈલ્મની થાએ,

લખી કાગળને.

(૧૨) અને લખી કાગળને ખેપિયો જાએ.
તમે આવો તો કામ ભલેરા થાએ,

જેવી વાતું તો.

(૧૩) અને જેવી વાતું તો તમોને ગમે.
 ભલુ થાય તે તમારા હાથે,

ખડિયો લેખણને.

( ૧૪) અને ખડિયા લેખણથી કંકુતરી લખે.
લખે કંકુતરી સય્યદના નજમુદ્દીન દાઈ,

ખડિયો લેખણને.

(૧૫) અને સવંત ઓગણીસ ને દસાની સાલે.
પોષ મહિનો ને વાર બુધવારે,

ચૌદમી તારીખને

(૧૬) અને ચૌદમી તારીખનો કાગળ લખાયો.
આવી શકો તો ભલે રે આવો,

ના આવી શકો તો.

(૧૭) અને ના આવી શકે તો ઘરબેઠાં જમો.
થાસે પૈસા તે સરકાર દેશે.

સાચા વચન તો

(૧૮) અને સાચા વચનતો સાહેબ કહે છે.
 લખી કાગળ – ને – કંકોતરી બાંધી

કાસીદ હિંડે છે

(૧૯) અને કાસીદ હિંડે છે મુરત સાંઘી,
  કેડે બાધી ને કાસીદ ચાલ્યો

પહેલો કાગળ તો

(૨૦) અને પહેલો કાગળ તે ભરૂચમાં આપ્યો,
શહેર વડોદરાની પુછે છે વાતો.

શહેર ગોઘરાની

(૨૧) અને શહેર ગોધરાની ખબરો લેવી,
 એક એક કંકોતરી સાહેબની દેવી

શહેરે અમદાવાદ

(૨૨) અને શહેરે અમદાવાદ કાસીદ જાયે,
અબ્દુલરસુલને માલુમ થાયે

ભરી મજલિસમાં

(૨૩) અને ભરી મજલિસમાં કાગળ વંચાયો,
વાંચી કાગળને વીચાર કર્યો

ચારે શેઠીયાઓ

(૨૪) અને ચારે શેઠીયાઓ વાતુ જો કરે, 
ગુજરાતી સંઘ આયો પણ જાણે

ચારે જુમાતો

(૨૫) અને ચારે જુમાતો ઘણીની થાયે,
ઘણી રાજી ખુશી પણ થાયે

શાલ દુશાલા

(૨૬) અને શાલ દુસાલા ઓઢાવી દઈએ,
નવસારી ગણદેવી ગામ જો કહીએ

ઢાકા – બંગાલા

(૨૭) અને ઢાકા બંગાળા નોતરૂં દઈએ,
કરાંચી બંદરને કલકત્તા કહીએ

ઓરંગાબાદ તો

(૨૮) અને ઓરંગાબાદમાં નોતેરૂ દઈએ,
મલબાર મદ્રાસ ને બુરહાનપુર કહીએ

ઉદેપુર જોધપુરને

(૨૯) અને ઉદેપુર જોધપુર તો નોતેરૂ દઈએ,
 દીલ્લી દખ્ખણને અમરેલી કહીએ

ડુગરપુરમાં તો

(૩૦) અને ડુંગરપુરમાં નોતેરૂ દઈયે,
 ધોળકા ધંધુકું અંજાર એવું

માંડવી જઈને તો

(૩૧) અને માડવી જઈને તો નોતેરૂ દઈએ,
 ભુજ માંડવી ને મુન્દ્રા જો કહીએ

મોટી હૈદરાબાદ

(૩૨) અને મોટી હૈદરાબાદ કંકોતરી દઈએ,
કાબુલ કંદહાર ને શહેર જો કહીએ

રૂમસુમ મલકમાં

(૩૩) અને રૂમસુમ મુલકમાં નોતેરૂ દઈયે,
રૂમસુમ મુલકમાં બાદશાહ છે એવા

મક્કા મદીના

(૩૪) અને મક્કા મદીના માને છે તેવા,
 દેવળ ધુમ્મટ ને જડતરે જડયા

સોના રૂપાના

(૩૫) અને સોના રૂપાના સાચા છે નળીયા,
 તેન સુમારે નોતેરા દઈએ

અરબસ્તાનમાં તો

(૩૬) અને અરબસ્તાનમાં તો માલુમ થાયે,
આવા રાજા તો કોણ પણ થાયે

આવી જુમાતો

(૩૭) અને આવી જુમાતો કોણ પણ કરશે,
 નવખંડ ધરતીમાં નામ જે કરશે

મક્કા જીદ્દાને

(૩૮) અને મક્કા જીદ્દાને બસરા જો કહીએ,
 ચીનના મુલકમાં વાતો પણ થાએ

આ તો જાણી છે

(૩૯) અને આ તો જાણી છે દેવાતાઈ પાણી,
ક્યાં છે રાજા ને ક્યાં છે ગામો

સુરત બંદર તો

(૪૦) અને સુરત બંદર તો મોટા છે ધામ,
મહીં વસે છે વરમ અઢારે

હકના વલી તો

(૪૧) અને હકના વલી તો સાચા જો કહીએ,
સાચાના ચીલે ચાલ્યા પણ જઈએ

એમના જીવની તો

(૪૨) અને એમના જીવની તો જસનાયુ થાય,
ગોંડલ જસદણને જુનાગઢ કહીયે

વાંકાનેરમાં તો

(૪૩) અને વાંકાનેરમાં તો નોતેરૂ દઈએ,
સાયલા સુયલાને કાલાવડ કહીએ

ધાંગધ્રા જઈને તો

(૪૪) અને ધાંગધ્રા જઈને તો નોતરૂં દઈએ,
 સીવા સીહામ રોસાલું કહીએ

બગસરા બરવાલા

(૪૫) અને બગસરા બરવાલા ગામ જો કહીએ,
 ધોલેરા બંદરમાં નોતેરૂ દઈએ

કૌકા પીસાવાડુ

(૪૬) અને કૌકા પીસાવાડુ કડીનું કહીએ,
શાહે નજફના નોતરા દઈએ

ખાખલ ભોજવાને

(૪૭) અને ખાખલ ભોજવાને હસનપીર કહીએ,
 નબી સાહેબના નોતેરાં દઈએ

સમી મુજપુર ને

(૪૮) અને સમી મુજપુરને રાધનપુર કહીએ,
  પાટણ સીધપુર તો નદીની લહેરે

કાસીદ આવે છે

(૪૯) અને કાસીદ આવે છે સવારની પહોરે,
 ભરી મજલીસમાં કાગળ વંચાયો

વાંચી કાગળને

(૫૦) અને વાંચી કાગળ ને કર્યા વિચારો,
 માંડવે મોમીન તો ઘણા રે આવે

વાંચી કાગળને

(૫૧) અને ડીસા ધાનેરા પાલનપુર હોયે,
 માંડવે મોમીન તો ઘણા રે આવે

વાંચી કાગળને

(૫૨) અને ઘીનોજ કડીને વીસનગર શહેરે,
 અમદાવાદ કપડવંજ નદીની લહેરે

ખંભાત ઘોધાને

(૫૩) અને ખંભાત ધોધાને ભાવનગર કહીએ,
લીંબડી હલવડ ને બરવાળા કહીએ

ચુડા રાણપુર માં

(૫૪) અને ચુડા રાણપુરમાં નોતેરૂં દઈએ,
બોટાડ ગઢડાને જૂનાગઢ કહીએ

જામનગર મોરબીને

(૫૫) અને જામનગર મોરબીમાં નોતરૂ દઈએ,
રામપુરા રતલામ અને ઉજ્જૈન કહીએ

મુંબઈ પુનાને

(૫૬) અને મુંબઈ પુના ને સતારા સુધી,
શાદી વિવાહની કંકોતરી દેવી

ચારે ખંડોમાં

(૫૭) અને ચારે ખંડોમાં નોતરૂં દઈએ,
સાંભળજો તમે દીનના ભાઈ

ઘણેરા મુમીન આવજો

(૫૮) અને ઘણેરા મુમીન આવજો ઉજાણી થાય,
દેસ વિદેશના મુનીન જો આવે

બાવાજી સાહેબ

(૫૯) અને બાવાજી સાહેબ પાસે જો જાયે,
અવ્વલ સલામ તો સાહેબનો થાય

અવ્વલ જગ્યાએ

(૬૦) અને અવ્વલ જગાએ ઉતારા આપ્યા,
મહેલ મેડીને સાત હવેલી

મોમીન કરે છે

(૬૧) અને મોમીન કરે છે અલગતું એવી,
શીરખ તલાયુ સોપી છે સારી

ધનધન સાહેબ તો

(૬૨) અને ધનધન સાહેબ તો લક્ષ્મી તમારી
ધન ને ખરચો ને ગરપે અમ્મારી

ચોખા ચાવલ ને

(૬૩) અને ચોખા ચાવલ ને સોઘાણા સાથે,
સાતે મીઠાઈના ભર્યા છે થાળ

સાંજ પડે ને

(૬૪) અને સાંજ પડે ને સવાર થાય,
મુમીન જમે છે લાખો બેટાણે

લાલ પીળા જે

(૬૫) અને લાલ પીળા જે હાંડા પણ લાવ્યા,
સોને રૂપે તો માંડવા શણગાર્યા

માંડવે ઉગે છે

(૬૬) અને માંડવે ઉગે છે પુનમનો ચાંદ,
માંડવા નીચે તો છે સોનાનો મોર

મોહમંદ અલીભાઈ

(૬૭) અને મોહમંદ અલીભાઈ કરે કલોલ,
હસન હુસેન તો ભાઈઓની જોડ

તૈયબ તાહેરને

(૬૮) અને તઈયબ તાહેરને કાસિમભાઈ કહીએ,
સાહેબોના નામો તો રૂડેરાં લઈએ

નામ લીધે તો

(૬૯) અને નામ લીધે તો સારૂં પણ થાય,
દુઃખ દર્દ તો વેગળા થાય

બાગ બગીચા

(૭૦) અને બાગ બગીચા ફુલોની વાડી,
દર્શની હોજો તો શોભે છે સારી

ઉચો કુવોનેs

(૭૧) અને ઉંચો કુવો ને નીચે છે વાડી,
પાણી ઉડે છે ફુવ્વારા ધારી.

ભરી સભા તો

(૭૨) અને ભરી સબા તો અચરજથી દેખે,
સાહેબના રૂપની તારીફ જો કરે.

સહેરના લોગો તો

(૭૩) અને સહેર ના લોકોતો જોવાને,
આવે ગરબા જોડીને ગાવારે લાગે

બાવાજી સાહેબ તો

(૭૪) અને બાવાજી સાહેબ તો ઈનામ આપે,
પારસી લોકોતો પુછે છે વાતો

કેટલું તેલ તો

(૭૫) અને કેટલુ તેલ જો જોવે છે રાતે,
ભણ્યા ગણ્યા તે લેખા યે લેખે

બત્રીસ હજાર તો

(૭૬) અને બત્રીસ હજારતો દીવા રે બળે,
નવટક નવટકના હિસાબે લેખે

સો મણ તેલ તો

(૭૭) અને સો મણ તેલ તોજોઈએ છે રાત્રે,
ખદીજા આઈ સાહેબનો હુકુમ થાયે

ગોહી પુરેથી

(૭૮) અને ગોહી પુરેથી ભાઈ કમરૂદ્દીન આવ્યા,
ભાઈ અલીભાઈ મુસાળુ લાવ્યા

હીરા જવેરાત ને

(૭૯) અને હીરા ઝવેરાત ને મોતીએ વધાવ્યા,
શહજાદાઓ તો સરઘસે ચડીયા

હાથી ને સુંઢે તો

(૮૦) અને હાથીને સુંઢે તો મોતી મઢેલા,
બેવે બાજુએ રતન જડેલા

ખંતે ખુંતીલા

(૮૧) અને ખંતે ખુંતીલા કુલ જો ભર્યા,
હાથમાં નારીયેળ સોનાના ધર્યા

હિન્દુ મુસલમાન

(૮૨) અને હીન્દુ મુસલમાન તારીફ જો કરે,
સારી સવારે ટોપુ જો પડે

રાજા રઈયત ને

(૮૩) અને રાજા રઈયત ને કંક કંઈ સુબા છે,
અંગ્રેજ જેવા તો પાસે છે ઉભા

રાજા રઈયત તો

(૮૪) અને રાજા રઈયત તો એ રીતે બોલે,
ના આવે બાવાજી સાહેબ ના તોલે,

હરકત થોડી ને

(૮૫) અને હરકત થોડી ને બરકત ઘણી,
મોમીનના માથે મોટા છે ઘણી

ગાજા વાજા ને

(૮૬) અને ગાજા વાજા ને વાજીંતર વાગે,
ભર્યો ભાદરવો ભલીપેઠે ગાજે

શહેરમાં ફરીને

(૮૭) અને શહેર ફરીને સરઘસ જો આવ્યા,
મોતી ભરેલા થાળ વધાવ્યા.

સર્વે સાંભળજો

(૮૮) અને સર્વે સાંભળજો અરજ અમારી,
વિવાહની વિગતો કીધી છે તમારી

રાજી ખુશીથી

(૮૯) અને રાજી ખુશીથી રખવાળી કરજો,
કરજો દીવાળી, રાજ પણ કરજો

નજમુદ્દીન સાહેબ તો

(૯૦) અને નજમુદ્દીન સાહેબ તો અલગતુ કરે,
મોમીન કેરી તો દુવાઓ કરે

સવંત ઓગણીસ ને

(૯૧) અને સવંતો ગણીસ ને દસ્સાની સાલે
મહા મહીનો ને વાર સોમવારે

ચૌદમી તારીખ ને

(૯૨) અને ચૌદમી તારીખનો કીધો સલુકો,
કીધો સલુકો જુમ્માની રાતે

સલુકો કીધો

(૯૩) અને સલુકો કીધો હસન દાઉદ,
અને વલીભાઈ નાથાભાઈ

હસન દાઉદ

(૯૪) અને હસન દાઉદ મામાજી થાયે,
વલીભાઈ નાથાભાઈ ભાણેજ થાયે

મામા ભાણેજે

(૯૫) અને મામા ભાણજે કીધો સલુકો,
સરતે નરતે તે સાંભળજો લોકો

સાચાં વચન ને

(૯૬) અને સાચાં વચન સાહેબ કહે છે,
મોમીનની વેલો વધારજો ઘણી

સૈયદના આલીકદર સૈફુદ્દીન ઘણુ જીવો ઘણુ જીવો

આમીન …..

  History of Saluko

‘Saluko’ signifies a beautiful poem.

First and foremost, one must praise Allah—other matters come later. The primary act is *Hamd* and *Sana* (praise and glorification) of the Generous Lord, the Creator and Sustainer of the entire universe. Thus, before beginning this *Saluko*, I offer praise to Allah the Pure; other topics will follow.

The one who organized this *Saluko* and the wedding—extending the invitation—was the 47th Dai, Syedna Abdulkadir Najmuddin (bin Syedna Tayyeb Zainuddin bin Sheikh Jivanji) of Burhanpur.

He was the predecessor of the 49th Dai, Mohammed Burhanuddin (son of Abdulkadir Najmuddin).

He is also the paternal grandfather of the 51st Dai, Syedna Taher Saifuddin.

Syedna Husamuddin—our brother Abdulhusain Husamuddin (son of Syedna Tayyeb Zainuddin)—was the 48th Dai.

This refers to a *Kankotri* (an invitation letter for an auspicious occasion). It dates back to the year 1910 of the Samvat calendar. The wedding took place on Monday, the 14th of the month of Posh—corresponding to January 1954 AD.

The invitation stated: “If you are able to attend, you are most welcome; if you are unable to come, please enjoy the feast from the comfort of your own home.” The expenses for the *Jumat* (communal feast) were covered by Maula.

In those days, there was no electricity; at night, 32,000 (thirty-two thousand) lamps were lit. These likely used oil and wicks—or perhaps other types of oil. Even if one were to make a very conservative estimate—calculating that a *navtank* (approximately five *tolas*) of oil would not suffice for the entire night—the poets estimated that 100 *mans* (a unit of weight) of oil were required for a single night. Just imagine, then, how long the guests stayed and how many days the event lasted!

At that time, the East India Company held power. Cannons were fired every morning. Kings, Maharajas, and Nawabs from within the country and abroad, as well as high-ranking British officials, attended the wedding upon invitation. The Viceroy at the time was Lord Viceroy.

In the month of Maha (in the Vikram Samvat year 1910), on a Wednesday—corresponding to February 1804—the *Saluka* (a specific poetic composition) was composed.

Now, let me introduce the two individuals who created this *Saluka*:

Mamaji

Hasanji Ibne Daudbhai
Rasudji
Daudbhai Edanwala
Son of Ibrahimbhai Edanwala
Shabbir, Ismail, Zuzar Dodiya – Bhadrewadi

Bhanej

Valibhai Ebne Nathabhai
Alibhai
Nanabhai
Daughter – Asmabai
Yusufbhai Musaji Saleh
Valpura Village
Abdullah Rasulji Saleh

Ad

Reach Our Community

Promote your business to thousands of Korasamaniya families globally.

Ad

Ad

Ad

Ad

Ad